gujaratnotary@gmail.com
Back to News & Updates
News September 25, 2026 By masteradmin

Bar Council of Gujarat decides to pay financial assistance of ₹5.56 crore to the family of a deceased advocate.

Bar Council of Gujarat decides to pay financial assistance of ₹5.56 crore to the family of a deceased advocate.
COUNCIL OF GUJARAT AHMEDABAD The Bar Council of Gujarat 3rd Floor, Satyamev Complex, Opp. Gujarat High Court, Sola, Ahmedabad 380 060. Phone: (079) 2743 4073, 2970 1096 E-mail: mail@barcouncilofgujarat.org Website: www.barcouncilofgujarat.org Ref. No.: BCG/15960/20 26 Date: 24/09/2026 પ્રેસ નોટ ધારાશાસ્ત્રીઓના વારસદારને રુપિયા પાંચ કરોડ છપ્પન લાખથી વધુ મૃત્યુસહાય ચુકવવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી પ્રવિણ ડી. પટેલ, એકઝીક્યુટીવ કમીટીના ચેરમેન શ્રી અનિરુધ્ધસિંહ એચ. ઝાલા, તેમજ કમીટીના સભ્યો શ્રી અનિલ સી. કેલ્લા તથા શ્રી ભરત વી. ભગત નાઓની હાજરીમાં તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ એડમીનીસ્ટ્રેટીવ કમીટીની મીટીંગ મળેલી. આ મીટીંગમા ૧૯૬ જેટલા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદાર દ્વારા કરવામાં આવેલ મૃત્યુસહાયની અરજીઓ વિચારણા માટે લેવામાં આવેલ, જેમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનનાર અને નિયમિત વેલ્ફેર રીન્યુઅલ ફી ભરનાર તેમજ “Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015" नु शेर्भભરનાર ૧૬૧ જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુસહાયની અરજીઓ મંજુર કરવામાં આવેલ અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટના નિયમ તેમજ ધારાધોરણો અનુસાર રુપિયા પાંચ કરોડ છપ્પન લાખથી વધુ રકમ તેઓના વારસદારોને ચુકવવાનો નિર્ણય કરવામા આવેલ છે. હાલમા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ ઉપર નોંધાયેલા ૫૩,૩૭૨ જેટલા ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલફેર ફંડના સભ્યો બનેલ છે. આશરે ૩૧૦૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓના વારસદારોને અત્યાર સુધી રુપિયા સડસઠ કરોડ જેટલી મૃત્યુસહાય છેલ્લા વર્ષોમાં ચુકવાયેલ છે. માત્ર વેલ્ફેર ફંડના સભ્ય બનનાર ધારાશાસ્ત્રીઓ તેમજ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી નિયમિત ભરનાર અને “Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015" હેઠળ નિયત કરેલ ફોર્મ ભરનાર ધારાશાસ્ત્રીઓના વારસદારો જ મૃત્યુસહાય મેળવવા હકદાર ગણાય છે. મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રુપિયા પાંચ લાખ મૃત્યુસહાય ચુકવવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તમામ ધારાશાસ્ત્રીઓને જણાવવામા આવે છે કે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ કોઇપણ ધારાશાસ્ત્રીએ મૃત્યુસહાયનો લાભ તેમના વારસદારને આપવો હોય તો તે ધારાશાસ્ત્રીએ વેલ્ફેર ફંડના સભ્ય બની નિયમિત વાર્ષિક વેલ્ફેર રીન્યુઅલ ફી અથવા કાયમી ફી ભરી દેવી अने "Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015" હેઠળ નિયત કરેલ ફોર્મ સમયસર ભરી દેવુ વેલ્ફેર ફંડના નિયમોનુ પાલન ન કરનાર ધારાશાસ્ત્રીના વારસદારો મૃત્યુસહાયને લાભ મેળવવા હકદાર રહેશે નહિ. Siddi (સિધ્ધિ ડી. ભાવસાર સેક્રેટરી, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત
Content Bottom Ad Space